Khergam| Kanya shala: ખેરગામ કન્યા શાળામાં પ્રથમ સત્રના 5 દિવસ બેગલેસ ડે' તરીકે ઊજવવામાં આવ્યો. કન્યાશાળા ખેરગામ વર્ષ 2024-25 ના પ્રથમસત્ર દરમિયાન "બેગ લેસ ડે' અંતર્ગત ધોરણ 6 થી 8 ના વિધાર્થીઓ માટે 5 દિવસ બેગ લેસ ડે' તરીકે ઉજવવામાં આવ્યો. શાળાનાં બાળકોને સચોટ માહિતી સુલભ થાય એ હેતુસર ખેરગામના બ્યુટીસિયન, રમતવીરો, અને પત્રકારશ્રીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં 6 થી 8 ના તમામ બાળકો અને આચાર્ય ભરતભાઈ તથા શિક્ષકો ચાંદનીબેન, હેમલતાબેન, ભારતીબેન સરસ્વતીબેન દ્વારા પ્રવૃતિઓ ભાગ લેવામાં આવ્યો હતો જેમાં ત્રણ પ્રવૃત્તિઓ શાળામાં કરવામાં આવી હતી બ્યુટીસિયન તરીકે મોજીનાશેખ ને શાળામાં બોલાવવામાં આવી જેના પરિણામ સ્વરૂપે કેસ ગુરુફન અને મહેદી સ્પર્ધા રાખવામાં આવી, ત્યારબાદ રાખડી બનાવનારને શાળામાં બોલાવવામાં આવ્યા અને રાખડી બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી આ ઉપરાંત ગોલ્ડ મેડાલિસ્ટ રમતવીર બાબુભાઈ પટેલ મણીભાઈ પટેલ તેઓ પણ શાળામાં આવ્યા હતા જેમના દ્વારા રમતમાં ક્યાં ભાગ લઈ શકાય અને કઈ બાબતની ધ્યાન રાખવું જોઈએ રમત ની શરૂઆત કઈ રીતે કરી શકશો જે...
પ્રાકૃતિક ખેતી વિશેષ: નવસારી જિલ્લો પ્રાકૃતિક ખેતીના હાર્દ સમા જીવામૃતનું વેચાણ કરતો રાજ્યનો એકમાત્ર જિલ્લો 'નવસારી' નવસારી જિલ્લાની આ પહેલને સમગ્ર રાજ્યમાં લાગુ કરવાની જરૂર: પ્રાકૃતિક ખેતીમાં અવરોધ બનતી સમસ્યાને ઓળખી તેને દુર કરતું નવસારી જિલ્લા તંત્ર પ્રાકૃતિક ખેતી એ દેશી ગાય આધારિત ખેત પદ્ધતિ છે, દેશી ગાય વિહોણા ખેડૂતોને જીવામૃત પહોચાડી પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કર્યા નવસારી જિલ્લામાં આજદિન સુધી ૨,૦૧,૨૭૦ લીટર જીવામૃત ઉત્પાદન: ૧,૩૩૧ જેટલા દેશી ગાય વિહોણા ખેડૂતોએ લીધો છે લાભ વાંસદા તાલુકાના નાની ભમતી સ્થિત 'જીવામૃત ઉત્પાદન અને વિતરણ પ્રોજેક્ટ' દેશી ગાય વિહોણા ખેડૂતો માટે મહત્વની કડીરૂપ સાબિત થયો - 'આ પ્રોજેક્ટના કારણે રસાયકયુક્ત ખેતી કરતા ખેડૂતો રસાયણમુક્ત ખેતી કરતા થયા છે' જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડો અતુલભાઈ આર. ગજેરા સંકલન : વૈશાલી પરમાર નવસારી,તા.09: પ્રાકૃતિક કૃષિ આજના સમયની માંગ છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી, સમગ્ર રાજ્યે પ્રાકૃતિક ખેતી અપનાવવાની પહેલ કરી છે. નવસારી જિલ્લો પણ પ્રાકૃતિક કૃષિનું ગઢ બનવા તરફ પ્...
Comments
Post a Comment